કાર વીમો ઑનલાઇન કેવી રીતે ખરીદવો?
જો તમે તમારી કાર માટે ઑનલાઇન વીમો ખરીદવા માંગો છો, તો પછી ચોલા એમએસ વેબસાઇટ પર જાઓ અને કાર વીમાનો વિકલ્પ પસંદ કરો. આગલાં પૃષ્ઠ પર તમને તમારા વાહનની માહિતી પૂછવામાં આવશે, તે માહિતી ભર્યા પછી, તમને વ્યક્તિગત માહિતી માટે પૂછવામાં આવશે, પછી તમારી પાસે પર્યાપ્ત ઍડ ઑન કવર વિકલ્પો હશે તેમાંથી તમારી જરૂરિયાતો અનુસાર વિકલ્પ પસંદ કરો અને તેમાં બતાવવામાં આવેલ પ્રીમિયમ ચૂકવો.
ઑનલાઇન કાર વીમાનું નવીકરણ કેવી રીતે કરવું?
જે રીતે આપણે ઑનલાઇન કાર વીમા પૉલિસી ખરીદીશું, તે જ રીતે આપણે ચોલા એમએસની વેબસાઇટની મુલાકાત લઈને આપણી કારના જૂના વીમાનું નવીકરણ કરી શકીએ છીએ. આ રીતે, કાર વીમાનું નવીકરણ ખૂબ જ સરળ રીતે ચોલા એમએસની વેબસાઇટ પર કરી શકાય છે.
કાર વીમા પૉલિસીના પ્રકાર
નીચે આપવામાં આવેલાં ત્રણ પ્રકારના કાર વીમા હોય છે.
કોમ્પ્રીહેન્સીવ કાર વીમા પૉલિસી
કોમ્પ્રીહેન્સીવ કાર વીમા પૉલિસી એ એક રીતે તમારી કાર માટેની સૌથી વ્યાપક વીમા પૉલિસી છે જે ફક્ત તૃતીય પક્ષની કાર વીમાના તમામ કવર્સને જ આવરી લેતી નથી, પણ તમારી પોતાની કારને આગ, તોડફોડ અથવા ઝાડ અને કરા જેવા પડી શકે તેવા પદાર્થોથી થતા નુકસાનને પણ આવરી લે છે.
તૃતીય-પક્ષની જવાબદારીવાળી કાર વીમા પૉલિસી
જો તમારી કાર અકસ્માતમાં સામેલ છે, તો પછી આ પૉલિસી તમને કોઈપણ કાનૂની જવાબદારીથી બચાવે છે. ભારતીય રસ્તાઓ પર ચાલતા વાહનો માટે મોટર વાહન અધિનિયમ, 1988 હેઠળ તૃતીય-પક્ષ વીમો ફરજિયાત છે. તૃતીય પક્ષ વીમા વિનાની કાર ગેરકાયદેસર માનવામાં આવે છે.
શૂન્ય અવમૂલ્યનવાળો કાર વીમો
શૂન્ય અવમૂલ્યનવાળો કાર વીમો કે કવર તમને તમારી કાર માટે મહત્તમ વળતર મેળવવામાં મદદ કરે છે. વાહનનાં ઇન્વૉઇસ મૂલ્ય પર વીમો આપવામાં આવે છે જેથી કોઈ નુકસાન ન થાય.